ભુસ્તરશાત્રી મોરબી જે એસ વાઢેરની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી બાબતે મળેલી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદોને આધારે તા-૧૧-૦૭-૨૦૨૪ના રોજ આકસ્મિત રેડ પાડી બે એસ્કેવેટર મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી પંથકમાં ગેર કાયદેસર ખનિજ ચોરી વધી રહી છે. ત્યારે મોરબી ખાણ ખનિજ ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તારમાં રેઇડ કરી બે એસ્કેવેટર મશીન જેમાં ટાટા હિટાચી THEDCOLO00000291 જેના માલિક ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ, હ્યુન્ડાઈ HYNDN633VE0069163 જેના માલિક રાજુભાઈ તખુભાઈ રાજપૂત અને એક ડમ્પર વાહન GJ-36-X-3058 જેના માલિક હરેશભાઈ તખુભાઈ ટાંક હોવાનું સામે આવ્યું છે. જે ફાયરકલે ખનીજના વાહન અને મશીનને સિલ કરી હળવદ તાલુકા પોલીસ ખાતે વાહનો મૂકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે રેડ દરમ્યાન બે એસ્કેવેટર મશીન જે પૈકી ૧) ટાટા હિટાચી THEDCOLOJ00000291 જેના માલિકશ્રી ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ ૨) હ્યુન્ડાઈ HYNDN633VE0069163 જેના માલિકશ્રી રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન GJ-36X-3058 જેના માલિકશ્રી હરેશભાઈ તખુભાઈ ટાંક હોવાનું ધ્યાને આવેલ.જેથી ફાયરક્લે ખનીજ ના ગેરકાયદેસર ખનન-વહન બદલ સદર તમામ વાહન/મશિન ને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવેલ તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.