ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબી તાલુકાના બેલા ખાતે ખોખરા હનુમાન મંદિર રોડ ખાતે આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી.જે રેઇડ દરમિયાન હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પરને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબી ભૂસ્તરશાત્રી જે. એસ.વાઢેર દ્વારા જિલ્લામાં મળતી ખનીજચોરી બાબતની ફરિયાદ હેઠળ આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા તા. 30/11/24 નાં રોજ મોરબી તાલુકાના મોજે. બેલા ખાતે ખોખરા હનુમાન મંદિર રોડ ખાતે આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી.
જેમાં એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ EX200LC સુપર સીરીયલ નંબર SP20-28669 ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પપાડ્યું હતું.
અને સ્થળે હાર્ડ મોરમ ખનીજ ભરવા આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે GJ-36-V-7008, GJ-15-AT-1319 અને GJ-36-V-5325 ને હાર્ડ મોરમ ખનીજને ગેરકાયદેસર ખોદકામને ભરવા આવવા બદલ અને હ્યુન્ડાઇ મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.