મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતેથી ગેરકાયદેસર સાદી રહેતી વહન કરતા બે વાહનો ઝડપી આશરે ૫૦ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.ત્યારે ખાણ ખનીજ વિભાગ શા માટે માત્ર વહન કરતાં વાહનો જ ઝડપે છે?એ વાહનો કોની માલિકાના છે?ખનિજ ક્યાંથી ભરી આવ્યા ?અને ક્યાં લઈ જવામાં આવતું હતું. ? તે સવાલોના જવાબ ખાણ ખનિજ વિભાગ શા માટે નથી ગોતી રહ્યું તેવા અનેક પ્રશ્નો ખાણ ખનીજ વિભાગ સામે ઉઠી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ વિભાગે જાણે મોટુ તીર માર્યું હોય તેમ માત્ર વાહનો કબજે કરી સંતોષ માની રહ્યું છે. મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની સૂચનાથી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇસ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઈન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના મોજે. ભલગામ ખાતેથી ડમ્પર નંબર GJ-03-BW-6548 તથા GJ-03-BY- 8288 વાહનને સાદી રેતી ખનીજના ગેરકાયદેસર વહન બદલ સીઝ કરી આશરે ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખાણ ખનિજ વિભાગ સામે સવાલો ઊઠી રહ્યા છે કે શા માટે દર વખતે માત્ર વહન કરતા વાહનો જ ઝડપાય છે. ?, વાહનો ગેરકાયદેસર વહન કરે છે તો ખનિજ ક્યાં થી ભરી આવે છે. ? કોણ આનો માલિક છે. ?, ક્યા લઇ જવાતું હતું. ?, આવા અનેક સવાલોના જવાબો શોધવાની જગ્યાએ ખાણ ખનિજ વિભાગ આંખ મિચામણા કરી માત્ર વહન કરતા વાહન ઝડપી મોટું તીર મારી દીધું હોય તેમ સંતોષ માની વાહ વાહી લૂંટવાનું પ્રસંદ કરી રહ્યા છે.