મોરબી નગરપાલિકા અને સ્ટેટ હાઈવે વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનની નજીક સેંટ મેરી ફાટક તરીકે ઓળખાતા નવલખી તરફ જતા રસ્તામાં શહેરના રસ્તા ઉપર સતત ટ્રાફિક રહેતો હોવાથી વારંવાર આ સેંટ મેરી ફાટક રેલ્વે ટ્રાફિકના અવર જવરને કારણે બંધ કરવુ પડતુ હતું.આ સમસ્યા અંગે નગરપાલિકાના હોદ્દેદારોએ અને શહેર સંગઠને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી તે અન્વયે મંત્રી મેરજા એ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં નગરપાલિકા દ્વારા જરૂરી દરખાસ્ત કરાવેલી અને વડોદરાની એજન્સી દ્વારા તેનો ફિઝીબીલીટી રિપોર્ટ સત્વરે બને એવું ફોલોઅપ કરાવેલ હતું.
આમ સતત આ કામને પરિણામ લક્ષી બનાવવા કરવામાં આવેલી મહેનત લેખે લાગી છે અને પરિણામે સેંટ મેરી પાસેના નવલખી તરફ જતા રસ્તામાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક LC34B ઉપર રૂપિયા 63 કરોડ અને 85 લાખના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ ટુ લેન્ડને શહેરી વિકાસ ખાતું સંભાળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી હતી .
તે બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના નાગરિકો,નગરપાલિકા અને સંગઠન વતી મુખ્યમંત્રી નો આભાર માન્યો હતો અને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર , ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને તમામ મહામંત્રીઓ એ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરની પ્રજાની આ ફાટક બંધ રહેતું હોવાથી થતી મુશ્કેલીઓ નિવારવા તાત્કાલિક રેલવે ઓવરબ્રિજ મંજૂર કરાવલે છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.