Friday, September 20, 2024
HomeGujaratમોરબી મેડીકલ કોલેજ સત્વરે શરૂ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક...

મોરબી મેડીકલ કોલેજ સત્વરે શરૂ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરતા મંત્રી બ્રિજેશ મેરજા:જાણો કામચલાઉ ધોરણે કઈ જગ્યાએ શરૂ થશે મેડિકલ કોલેજ

મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડીકલ કોલેજ તેમજ એલ.ઇ.કોલેજમાં હોસ્ટેલ શરૂ કરવા આયોજન કરાયું

- Advertisement -
- Advertisement -

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મેડીકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે. જે સત્વરે શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોરબી ખાતે મંજૂર થયેલી મેડીકલ કોલેજનું ટેન્ડર બહાર પડી ગયું છે જેનું ટૂંક સમયમાં ભૂમિપૂજન પણ થનાર છે પરંતુ તે પહેલા મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ હાલ કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કુલ ખાતે શરૂ કરવાનું આયોજન કર્યું છે. જે અન્વયે મેડીકલ સ્ટુડન્ટ્સને રહેવા માટે હોસ્ટેલની પણ આંતરિક વ્યવસ્થા સામાકાંઠે એલ.ઈ.કોલેજની હોસ્ટેલમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત મોરબી સિવીલ હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા તેમજ મેડીકલ કોલેજની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણીને તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ કલેક્ટરને મેડીકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવા પણ સુચના આપી હતી જેથી ભવિષ્યમાં વધુ સુચારૂ વ્યવસ્થા તેમજ આયોજન થઈ શકે.

 

આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર કે.એન.ઝાલા, એલ.ઈ.કોલેજના આચાર્ય અને સિવીલ એન્જીનીયર સહિતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!