મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને હાઈટેક મિનિસ્ટર તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ બહુમાન આપી મંત્રી બ્રિજેશભાઈ મેરજાની કામગીરીના મુક્ત મને વખાણ કર્યા હતા.
મોરબી- માળિયાના ધારાસભ્ય તથા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી સરકારની લોક ઉપયોગી અને વિકાસલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસારમાં મહત્વની કામગીરી કરી છે. બ્રિજેશભાઈ મેરજાએ સરકારની યોજનાઓનો સૌથી વધુ પ્રચાર કર્યો છે. જેને લઈને તેઓને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ કારોબારીમાં હાઈટેક મિનિસ્ટર તરીકેનું બહુમાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા અગાઉ કેવડિયા ખાતેની પ્રદેશ કારોબારીમાં દરેક ધારાસભ્યને ટેબ્લેટ આપ્યા હતા. ધારાસભ્ય તથા મંત્રીઓ ટેકનોસેવી થાય અને સરકારની યોજનાઓનો પ્રચાર કરે તેમજ જેના સંપર્કમાં આવે તેને જરૂરી યોજના છે તે ફોરવર્ડ કરીને સમજાવે તે ઉદેશથી દરેકને ટેબ્લેટ આપી ટેક્નોસેવી બનવાની પહેલ કરવામાં આવી હતી.
.