મોરબીનાં માળીયા(મી)ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લાના લોકોની સુખાકારી માટે હરહંમેશ કાર્યશીલ રહેતા હોય છે. અને લોકોની સુવિધામાં વધારો કરવા અવારનવાર સરકારમાં રજૂઆતો કરતા રહે છે. ત્યારે હવે બ્રિજેશ મેરજાની વધુ એક રજૂઆત ફળી છે. બ્રિજેશ મેરજાના મતવિસ્તાર માળીયા(મી)માં રૂ.૧૯.૩૦ કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો રિપેર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં માળીયા(મી)ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર માટે જુદાજુદા રસ્તાઓની જરૂરીયાતો સંદર્ભે કરેલ સર્વેક્ષણ અન્વયે ખાસ જરૂરીયાત જણાતા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગની ક્ષેત્રીય કચેરીથી માંડીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી રોડ રિપેર કરાવવા દરખાસ્ત કરી હતી. જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૩ રસ્તાઓ રૂ.૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવવા માં બ્રિજેશ મેરજને સફળતા મળી છે. આમ મોરબી માળીયા(મીં) તાલુકાના નેશનલ હાઈવેથી સાદુળકા, મોરબી જેતપર સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, રંગપરથી શનાળા(ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ, ચમનપર જોઈનીંગ ટૂં વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, ખીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો અને એસએચ(વિરપર) થી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવ્યા છે. જે મંજુરી અંગેની જાણ ગુજરાત સરકારના રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ પંચાલે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાને કરી છે.