Wednesday, November 27, 2024
HomeGujaratલાભ પાંચમના દિવસે મોરબી માળિયાને ત્રણ નવી ગ્રામ પંચાયતની ભેટ આપતા મંત્રી...

લાભ પાંચમના દિવસે મોરબી માળિયાને ત્રણ નવી ગ્રામ પંચાયતની ભેટ આપતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા

શ્રમ,રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની સતત કાર્યશીલતાના કારણે મોરબી તાલુકાના શિવનગર તેમજ માળિયા તાલુકાના વિવેકાનંદનગર અનેક કૃષ્ણનગરને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો લાભ પાંચમના દિવસે ભેટ સ્વરૂપે મળ્યો છે.મંત્રી બ્રીજેશભાઈ સતત પ્રયાસો થકી મોરબી માળિયામાં અગાઉ અનેક ગ્રામ પંચાયતોનું વિભાજન કરી નવી ગ્રામ પંચાયત થકી વિકેન્દ્રીકરણની વિભાવના સાર્થક કરી છે. લાભ પાંચમના દિવસે મોરબી તાલુકાના પંચાસર ગામમાંથી શિવનગરને અલગ કરી સ્વતંત્ર દરજ્જાની ગ્રામ પંચાયતની નોટિફિકેશન પણ આપી દીધી છે. ઉપરાંત માળિયા તાલુકાના મોટા દહિંસરા ગામમાંથી વિવેકાનંદનગરને અલગ ગ્રામ પંચાયત તથા કૃષ્ણનગર ગામને પણ અલગ ગામ પંચાયતનો દરજ્જો અપાવતા હુકમો મંત્રી દ્વારા કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મંત્રી બ્રિજેશભાઈ મેરજાના આ અલગ ગ્રામ પંચાયતની કામગીરીના પરિણામ લક્ષી નિર્ણયને ગ્રામજનો સાથે માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અગ્રણી જયંતીભાઈ સાણજા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી બાબુભાઈ હુંબલ તેમજ તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ તથા વિવેકાનંદનગરના અગ્રણી નિર્મળસિંહ જાડેજા અને કૃષ્ણનગરના અગ્રણી મગનભાઈ કાવર સહિતના લોકોએ આવકારી બ્રિજેશભાઈ મેરજાનો આભાર માનીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના આગેવાનોએ મોરબી માળિયા વિસ્તારમાં રોડ રસ્તા, સિંચાઈ, પાણી પુરવઠો, વીજ પુરવઠો (સબસ્ટેશનો) સહિતના વિકાસ કામો માટે સતત જહેમત ઉઠાવવા બદલ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!