Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં સવા ત્રણ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં સવા ત્રણ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબીના સમતોલ વિકાસ માટેના લક્ષ્યને પહોંચી વળવા સતત પ્રયાસરત છીએઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા હસ્તકના આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ કબીર ટેકરી વિસ્તારમાં
સીસી રોડના કામનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રવિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાસર મેઇન રોડ તેમજ કબીર ટેકરી ખાતે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ
જણાવ્યું હતું કે, મોરબીના સમતોલ વિકાસના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મોરબી નગરપાલિકાના સુત્રધારો તેમજ
સંગઠનના હોદ્દેદારોના સંકલન થકી દર અઠવાડીયે લોકાભિમુખ કાર્યો મોરબીની પ્રજાને અર્પણ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ ત્યારે આજે અમૃત યોજના હેઠળ પંચાસર મેઇન રોડ, HDFC ઓળખથી લીલાપર સ્માશન સુધી, આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ વ્યવસાય વેરા ગ્રાન્ટમાંથી કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામોનું લગભગ સવાત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાની વિવિધ
સમિતિઓના ચેરમેનઓ, સદસ્યઓ, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, અગ્રણીઓ જયુભા જાડેજા તેમજ
લાખાભાઇ જારીયા સહિત સ્થાનિક હોદ્દેદારો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!