મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે શનિવારે મોરબી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત હસ્તકના તેમજ સ્ટેટ રોડના કામોની સમીક્ષા કરવા અર્થે અધિકારીઓ સાથે બેઠક કરી મોરબી જિલ્લામાં ચાલી રહેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તેમજ નબળૂ કામ ન થાય તેની કાળજી લેવા તાકીદ કરી હતી.
આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સિંચાઇના કામો તેમજ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સુચનો કરી કામગીરી અંગે તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી આગેવાન અને મોરબી માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇસીતાબેન મેર, કાર્યપાલક ઇજનેર ચૌધરી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મંત્રીએ માર્કેટીંગ યાર્ડ ખાતે લોકસંપર્ક કરી અરજદારોના પ્રશ્નો સાંભળી તેમનો ઉકેલ લાવ્યો હતો.