Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કેમ્પની મુલાકાત લેતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કેમ્પની મુલાકાત લેતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા

પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કા અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૮,૯,૧૦ અને ૧૧ના નાગરિકો માટે શુક્રવારે સમયગેટ પાસે, વજેપર પ્રાથમિક શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કેમ્પની મુલાકાત પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લઇ લાભાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. આ તકે મંત્રીએ સ્થાનિકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે અહીંના સ્થાનિક આગેવાનોને સરકારની યોજનાઓ અને સહાય જરૂરીયાતમંદ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વજેપર ઉપરાંત મોરબી તાલુકાના ચાચાપર ગામે ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી સ્થાનિક ગ્રામજનોને રૂબરૂ મળી સરકારી યોજનાઓ અને સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે મંત્રીએ ફરજ પર ના હાજર કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને સંવેદનશીલ અભિગમ અપનાવી ગરીબો, વંચિતો અને જરૂરીયાતમંદોને યોગ્ય મદદ પૂરી પાડવા પણ અનુરોધ કર્યો હતો. આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ સહિત પાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!