મોરબી જિલ્લાને વિકાસનો પંથ આપવા મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત જહેમતશીલ છે તેવામા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના ગાળા-શાપર રોડ પર આવેલ ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાવતા
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ સહિતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી તાલુકાના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ જોબ નંબર મેળવીને મંજુર કરાવ્યું હતું.જે રોડનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ આ રોડ વચ્ચે આવતો પુલ જર્જરિત થઈ જતા નવો પુલ બનાવવાની જરૂરત ઉભી થઇ હતી. જે એ લઈને રાજયમંત્રીએ આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી સમક્ષ આ જર્જરીત પુલ અંગે માંગણી કરી, ૧ર મીટરની પહોળાઇના રૂ.૪.રપ કરોડના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરાયો છે. પુલના કામને મંજુરી મળતા મંત્રી બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાઍ આભાર વ્યકત કર્યો હતો.