Wednesday, September 18, 2024
HomeGujaratરાજયમંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆતો ફળી:મોરબી હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોરલેન બનશે

રાજયમંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆતો ફળી:મોરબી હળવદ રોડ ૧૯૭ કરોડના ખર્ચે ફોરલેન બનશે

મોરબી હળવદ વચ્ચે રૂા.૧૯૭/- કરોડના ખર્ચે રોડ બનશે. તેમજ મોરબી, પીપળી, હળવદ અને જેતપરમાં કુલ રૂા.૩૦૯/- કરોડનાં ખર્ચે રોડ બનાવવા માટેનું ટેન્ડર પણ હાથ વેતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ અંગે ઘણા સમયથી સરકારને રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેને લઇ આખરે સરકારે બ્રિજેશ મેરજાની રજૂઆતો સાંભળી અને રોડ બનાવવા મંજૂરી આપી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં રૂા.૩૦૯/- કરોડ મંજૂર કરાવેલા છે. જે અંતર્ગત સતત ફોલોઅપ લઈ આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા હોય તે અંતર્ગત મોરબી, હળવદ રૂા.૧૯૭/- કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ હાથવેંતમાં છે. એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ રૂા.૨/- કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ પણ મંજૂર કરાવી l છે. આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે. હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુર્તજ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે. તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!