Monday, September 9, 2024
HomeGujaratઆવતીકાલે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને લીલી ઝંડી આપશે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા

આવતીકાલે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને લીલી ઝંડી આપશે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે આ રથ ની વિકાસ યાત્રા શરૂ થશે અને આગામી તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન આ વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે તથા આ તકે વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે અને લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસના પથ પર ભરેલી છલાંગની યાત્રાને જનજન સુધી પહોચાડવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથો તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન ગામે ગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકાસયાત્રા રથ ગામડે-ગામડે પરિભ્રમણ કરીને મોરબી જિલ્લા સહિત રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની આબેહુબ છબી લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.

વંદે ગુજરાત રથના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!