Saturday, July 26, 2025
HomeGujaratમોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા: પદાધિકારી/અધિકારીઓ...

મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા: પદાધિકારી/અધિકારીઓ સાથે સમીક્ષા કરી

મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા ઉચ્ચ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. જિલ્લાના 52 જેટલા અરજદારોએ વિવિધ સમસ્યાઓ બાબતે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. 

- Advertisement -
- Advertisement -

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લામાં લોકદરબાર યોજી લોકોની સમસ્યા ફરિયાદો સંભળાવા આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના ૫૨(બાવન) જેટલા અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે.આ પ્રશ્નો અન્વયે મહદ અંશે પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે.જ્યારે નીતિવિષયક પ્રશ્નો બાબતે કાર્યવાહી ઝડપી હાથ ધરી સમય મર્યાદામાં યોગ્ય નિકાલ કરવામાં આવશે.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,દુર્લભજીભાઈ દેથરીયા,જીતુભાઈ સોમાણી,રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે,જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા,જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!