ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છ અને મોરબી જિલ્લાનાં પ્રવાસે આવવાના છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળીને તેમની સાથે સીધો સંવાદ કરી લોકોની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે.
મોરબી : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગુરુવારે સાંજના સમયે મોરબી પધારી રહ્યા હોવાની જાણકારી તેમણે પોતે પોતાના ઓફિશિયલ ટ્વીટર પર ટ્વીટ કરી આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં સવારે તેઓ કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. ત્યાંથી તેઓ સાંજે મોરબી જિલ્લામાં આવીને અરજદારોની રજુઆતો સાંભળીને નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. ગૃહમંત્રીના આગમનને લઈને ભાજપ છાવણીમાં તેમના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર તેમની સુરક્ષાને લઈને તૈયારીમાં લાગ્યું છે.