મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકી શકે તેવી આગણિત પ્રતિભાઓ છે. પણ હવે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા રમતવીરોનું હીર ઝળકાવવા આગળ આવ્યા છે. ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા યુવાનો કબડ્ડીમાં પોતાની કેરિયર બનાવે તેવી પહેલ કરી છે. અને આગામી તા.25 ઓક્ટોબરથી 28 ઓકટેબર સુધી ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું મોરબીના જોધપર ખાતે આવેલ કડવા પાટીદાર ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આવતીકાલ તા.25 ઓક્ટોબરથી 28 ઓકટોબર સુધી ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું મોરબીના જોધપર ખાતે આવેલ કડવા પાટીદાર ભવનમાં આયોજન કરાયું છે.ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા સાથે રાજ્યભરની ટીમો ભાગ લેશે.જેમાં સુરત, ખેડા, સુરત-રૂરલ, તાપી,આંણદ, એમ.એસ યુનિ. નેટ ગ્રીન કે.પી.એસ.ગ્રુપ, ગાંધીનગર, વડોદરા ની ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું આયોજન ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા કરવામાં આવ્યું છે. તા.25ના રોજ સાંજે 6 વાગ્યે ત્રિદિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે.જેનું ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ઇન્ડિયન કબ્બડ્ડી મહિલા ટીમના કેપ્ટન રિતુ નેગીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.