Friday, December 27, 2024
HomeNewsMorbiગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસ એકેડમી ખાતે 21 માં પોલીસ સ્મૃતિ...

ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસ એકેડમી ખાતે 21 માં પોલીસ સ્મૃતિ દિવસ પર વિર શહીદ પોલીસજવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી

આજે ગુજરાત પોલીસનો 21 મો પોલીસ સ્મૃતિ દિવસ છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર ખાતે પોલીસ સંભારણા દિન – પરેડ યોજી અને દેશની રક્ષા માટે શહીદ થયેલ વીર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી અને સ્મૃતિ દિવસ ઉજવ્યો હતો ઉલ્લેખનીય છે કેં પોલીસ એક એવું ફિલ્ડ છે

- Advertisement -
- Advertisement -

જ્યાં દેશમાં રહેલા જ દેશના દુશ્મનને પાઠ ભણાવી અને કાયદાકીય માળખું જાળવી તેને સુધારવાનો હોય છે ત્યારે ગુજરાત માં અનેક પોલીસકર્મીઓ પોતાની આ નિષ્ઠાપૂર્વક ફરજ દરમ્યાન શહીદ પણ થઈ ગયા છે ત્યારે આજે તેઓને યાદ કરી વીર પોલીસ જવાનોને સલામી આપી શ્રદ્ધાંજલી આપવામાં આવે છે આ સમયે મોરબી મિરર પણ આ રીતે શહીદ થયેલા તમામ પોલીસકર્મીઓ અને તેઓના પરિવારને સલામ કરે છે સાથે જ લોકોને પણ પોલીસ પ્રજાનો મિત્ર જ હોય છે

જો તેમને કેળવતાં આવડે તો,માટે લોકો હમેશા કોઈ પોલીસકર્મી કે તેનો પરિવાર હેરાન થતો હોય તો તેઓને શક્ય એટલી મદદ કરવી એ મદદ જ તમારી આવતીકાલ નું ભવિષ્ય છે કેમ કે ગમે ત્યાં ગમે તે બનાવ બને સૌથી પહેલા લોકો પોલીસને યાદ કરે છે અને આ માટે જ પોલીસ પણ ભગવાનથી કમ નથી ત્યારે આજે 21 માં પોલીસ સ્મૃતિ દિવસ પર તમામ પોલીસકર્મી પણ સાચા લોકોને મદદ કરે એ તેની ફરજ છે જે જાળવી રાખે અને ગુજરાત પોલીસની આન બાન શાનની જ્વાળા લોકોમાં પ્રગટાવી રાખે એ જરૂરી છે.

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!