માળીયા (મી) તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરીયા દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજુઆત કરી માળીયા મિયાણાં તાલુકાના તરઘડી ગામથી નાના દહીંસરાને જોડતા માર્ગનું કામ તાત્કાલિક શરૂ કરાવવા માંગ ઉઠાવી હતી જે રજૂઆતને સફળતા મળી હોય તેમ રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ લગત વિભાગને સત્વરે રોડ બનાવવા તાકીદ કરી છે.
તરઘરીથી નાના દહીંસરા ભેલા બગસરા થી નવલખીને જોડતા રોડનું કામ સ્તવરે શરૂ કરવા ગ્રામ પંચાયત અને કૌશલ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરજાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી તરઘરીના સરપંચ સાગરભાઈએ રજુઆત કરી હતી. આ માર્ગ પર ભાવપર, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ચાંચાવદરડા, તરઘડીથી નવલખી પોર્ટ પર મજૂરી કરવા જતા શ્રમિકોને મોટા દહીંસરા ખાતે આવેલ બેન્ક ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓ માટે સતત આવાગમન રહે છે. જેને ધ્યાને લઇ આ રોડનું કામ આગળ વધારવામાં આવે તો લોકોને આર્થિક ફાયદો અને સુવિધા વધારો થઈ શકે છે વધુમાં બેન્ક અને જુદી જુદી જણસોની ખરીદી માટે લોકોને આ રસ્તો ખૂબ જ ઉપયોગી પુરવાર થાય તેમ હોવાથી સત્વરે ચકાસી નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરવા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સબંધિત વિભાગમાં સૂચન કર્યું છ