મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઇ પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે.
દાદા ભગવાન પરિવારના જણાવ્યા અનુસાર, અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે તે ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૩ નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી “જોવા જેવી દુનિયા” ની મુલાકાત ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે.


 
                                    






