મોરબી તાલુકાના મચ્છોનગર પાનેલી રોડ(રફાળેશ્વર)માં રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ધારાડુંગળી ગામના રહેવાસી પરિવારના ૧૩ વર્ષીય દર્શનભાઇ પિતાંબરભાઇ મંગાભાઇ ઝાલા ગઈ તા. ૦૨ જાન્યુઆરીના રોજ જુના રફાળેશ્ર્વર રોડ, રફાળેશ્ર્વર તળાવની સામે, રેલ્વે ઇલેક્ટ્રીક થાંભલા નં.૨૦/૧૭ થી ૨૦/૧૯ ની વચ્ચેના ભાગે ટ્રેક ઉપર કોઈ કારણોસર ડેમુ રેલ્વે ટ્રેનની હડફેટમાં આવી જતા તેનું શરીર કપાઇ ગયું હતું. હાલ ઘટના અંગે મોરબી આર પી એફ ના એ.એસ.આઈ. નરેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ વિગતોને આધારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.