- મોરબી જિલ્લામાં માળીયા મી. ના ખાખરેચી ગામની સીમામાં સ્થિત એકસજીસન વિટ્રીફાઇડ કારખાનામાં કામ દરમ્યાન એક યુવાનનું અચાનક મોત થયું છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મૃતક રામુકુમાર કેદારકુમાર રાજભર (ઉંમર 17, જાતે લુહાર) મૂળ ઉત્તર પ્રદેશના કશીનગર જિલ્લામાં ગડાહીયા ગામના રહેવાસી હતા અને હાલ ખાખરેચી ખાતે રહેતા હતા. તા. 12 ઓગસ્ટ ના રોજ સાંજે તેઓ કારખાનામાં ખુરશી પર બેઠા મોબાઇલ ફોન જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક બેભાન થઈ જમીન પર પડી ગયા હતા.સાથી કામદારો દ્વારા તેમને તાત્કાલિક જેતપર CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા.હાલ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.