ઉનાળામાં લોકો દરિયા, નદી, વોટરપાર્કમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના મચ્છુ ડેમ 2 મંદિર પાસેના વિસ્તારમાં બનવા પામી છે. જેમાં એક સગીરનું તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી કંટ્રોલરૂમમાં આજરોજ બપોરે 2:00 વાગે એક કોલ આવેલો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મચ્છુ ડેમ 2 મંદિર પાસેના વિસ્તારમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ છે. ત્યારે બનાવને પગલે મોરબી ફાયર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ પર જવા માટે રવાના કરવામાં આવી હતી. ત્યારે ફાયરની ટીમની સાથે સાથે લોકલ તરવૈયા પણ કામગીરીમાં જોડાયા હતા. અને બે કલાકની જહેમત બાદ 17 વર્ષીય સગીર દેવરાજને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢી અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.