Wednesday, February 18, 2026
HomeGujaratમોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં દીકરીને મેસેજ કર્યાનો ખાર રાખી સગીર વિદ્યાર્થી ઉપર હુમલો:નવ સામે...

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં દીકરીને મેસેજ કર્યાનો ખાર રાખી સગીર વિદ્યાર્થી ઉપર હુમલો:નવ સામે ફરિયાદ નોંધાઈ

મોરબીની ખાનગી શાળામાં ઇન્સ્ટાગ્રામ મેસેજના વિવાદને લઈ સગીર વિદ્યાર્થી ઉપર હુમલો કરવાના મામલે ૯ લોકો સામે ગુનો નોંધાયો છે. વિદ્યાર્થિનીના પિતા સહિતના ટોળાએ શાળા પરિસરમાં જ મારપીટ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ મામલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે રાયોટિંગ અને મારપીટની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની એક નામાંકિત ખાનગી શાળામાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ તે જ શાળાની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો.જે મામલે વિદ્યાર્થિનીના પિતા આ બાબતે રોષે ભરાયા હતા અને અન્ય આશરે ૮ વ્યક્તિઓ સાથે શાળામાં પહોંચી ગયા હતા. જ્યાં શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ હાજર હોય ત્યારે જ ટોળાએ સગીર વિદ્યાર્થીને ઘેરી લઈ ઢીકા-પાટુનો માર માર્યો હતો. શાળા સંકુલમાં બનેલી આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.મારપીટમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બાદમાં વિદ્યાર્થીના વાલીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીના પિતા તેમજ એક સગીર સહિત કુલ ૯ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ સાથે પોલીસે રાયોટિંગ અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!