મોરબીમાં લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી જાતીય સતામણી કરવાના ઇરાદે સગીરા નું અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રહેતા અને છૂટક વેપાર કરતા પરિવારની સગીર વયની દીકરીને આ જ પરિવારની આજુ બાજુમાં છૂટક ફ્રૂટનો વેપાર કરતા આમીન મેર નામના ઈસમે કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અને લગ્નની લાલચ આપીને જાતીય સતામણી કરવાના ઇરાદે અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આમીન રહેમાન મેર નામના આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી શોધી કાઢી ભોગ બનનાર ને પરિવારજનોને સોંપવામાં આવી છે અને આરોપી આમીન વિરૂદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે અને પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી સગીર વયની દીકરીઓ સાથે અપહરણ અને દુષ્કર્મ ના બનાવો સતત વધી રહ્યા છે આખા રાજ્યના આવા ગુનાઓનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં પણ ફરી એક વખત સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગેનો બનાવ સામે આવ્યો છે.આ પ્રકારના મોટાભાગના ગુનામાં આરોપી પુખ્ત વયનો હોવાનું સામે આવે છે એટલે આરોપી પોતે સમજુ હોય છે અને આવા અનેક બનાવો મીડીયામાં પ્રસિદ્ધ થતા હોય જેથી પોક્સોના કડક કાયદા વિશે કે સગીરાને લલચાવી ભગાડી જવી અપહરણ કરવું કે દુષ્કર્મ કરવું તે ગંભીર ગુનો છે અને આરોપ સાબિત થયે તેને સજા પણ પડી શકે છે તેવું જાણવા જોવા છતાં આવા બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા તો આવા બનાવોમાં ચોક્કસ રીતે પોલીસે ઊંડું ઉતરવું જોઈએ અને આવા ગુનાઓમાં આવા ગુનામાં આરોપીઓને આશરો આપનાર અથવા આવા ગુના માટે કોઈ પણ રીતે મદદ રૂપ થનારા લોકો પર પણ કડક કાયૅવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.