Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં બે ચાલુ વીજ ટ્રાન્સફોર્મરમાંથી તસ્કરો લાખોની કિંમતનો કોપર વાયર ચોરી ગયા

વાંકાનેરમાં બે ચાલુ વીજ ટ્રાન્સફોર્મરમાંથી તસ્કરો લાખોની કિંમતનો કોપર વાયર ચોરી ગયા

મોરબી ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વીજ લાઈનો પરથી વાયર ચોરીની ઘટના ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. ત્યારે આવી જ ઘટના વાંકાનેરના લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનમાં બની છે. જેમાં તસ્કરો લાખોનો કોપર વાયર ચોરી ગયાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનમાં ગઈકાલે અજાણ્યા આરોપીઓએ રાત્રીના સમયે ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ચાલુ ટ્રાન્સફોર્મર -૪૦૦ કે.વી.એ. માંથી આશરે ૫૦૦ કીલો કોપર વાયર તથા સ્પેર ટ્રાન્સફોર્મર -૨૫૦ કે.વી.એ.માંથી આશરે ૩૦૦ કીલો કોપર વાયર મળી કુલ ૮૦૦ કીલો કોપર વાયર જેની એક કીલોની કિંમત રૂ. ૬૦૦/- મળી કુલ ૮૦૦ કીલો કોપર વાયરની અંદાજીત કીંમત રૂ.૪,૮૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતાં સમગ્ર મામલે સ્ટેશન કોન્ટ્રાક્ટર મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!