ગત તા. 22ના રોજ હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા પ્રભાતભાઇ ડાંગરની 19 વર્ષીય પુત્રી રાઘુબેન હળવદથી સામખીયારી અજંતા ઘડીયાળની ફેક્ટરીમા જવાનુ કહી નિકળ્યા બાદ ત્યાં પહોંચી ન હતી તે કોઈને કહ્યા વગર ક્યાંય જતી રહેતા ગઈકાલે તા. 23ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુમસુદા યુવતીની શોધખોળ હાથ ધરેલ છે. ઉલ્લેખનીય છે કે ગુમસુદા રાધુબેનએ બ્લુ કલરનો ઝભ્ભો તથા સફેદ કલરની ચોરણી પહેરેલ છે. તે વાને ઉજળી, ઉંચાઈ આશરે ચાર ફુટની ધરાવે છે અને તેને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.


 
                                    






