મોરબીમાંથી પાંચ વર્ષની બાળકી ગઈકાલે બપોરે જેતપર ગામેથી ગુમ થઈ હતી. ત્યારબાદ ગુમ થયેલ બાળકી 20 કલાક પછી હેમખેમ મળી આવી હતી. તેમજ પોલીસ દ્વારા બાળકીને પરિવારને સોંપવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
મોરબીના જેતપર ગામે માલધારી પરિવારની પાંચેક વર્ષની બાળકી જિયાંશી ગઈકાલે ભાગ લેવા ગયા બાદ લાપતા બની જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા રાતભર તપાસ કરવામાં આવી હતી. જો કે, સદનસીબે બાળકી ૨૦ કલાક પછી હેમખેમ મળી આવી છે. બાળકી ગુમ થઈ હતી તેની આશરે ચારેક કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બપોરે જેતપર ગામેથી ગુમ થતા મોરબી તાલુકા પોલીસ મથક પી.આઈ, પી.એસ.આઈ. સહિત ૩૦ થી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું. અને બાળકીને શોધી કાઢી હતી. ત્યારે બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અને બાળકીને પરિવારને સોંપવા માટે તજવીજ હાથ ધરાઈ છે.