પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં સરા રોડ જુના આંબેડકર નગરમાં રહેતી ૧૯ વર્ષીય તરૂણી ગત તા. ૨૪નાં રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. હળવદ પોલીસ મથકે તરૂણીનાં ભાઈ વિપુલભાઈએ ગુમશુધા ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુમશુધા નોંધી તરૂણીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તરૂણી વાને ઘઉંવર્ણી શરીરે પાતળા બાંધાની છે તેની ઉંચાઇ ૪’૫ ફુટ જેટલી છે. તેને મહેંદી કલરનો જબ્બો તથા લાલ કલરની લેગીજ પહેરેલ છે.