Thursday, October 10, 2024
HomeGujaratભાભી સાથે વાંકાનેર હટાણું કરવા ગયેલી યુવતી લાપતા

ભાભી સાથે વાંકાનેર હટાણું કરવા ગયેલી યુવતી લાપતા

હળવદના ખેતરડી ગામે રહેતી યુવતી વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર આવેલ હરેશભાઇ રાતડીયાવાળાની દુકાન નજીકથી ગુમ થયાની પોલીસમાં નોંધ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતી સોનલબેન લાલાભાઇ સેફાત્રા (ઉ.વ.૨૨) તે ગત તા.૧૬/૦૯ના પોતાના ગામ ખેતરડીથી વાંકાનેર પોતાની ભાભી સાથે હટાણુ કરવા આવેલ હોય અને વાંકનેર સીટી સ્ટેશન રોડ પરથી બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ભાભીને બુટીયા લેવા મેઇન બજારમાં જવાનુ કહીને ક્યાંક ચાલી ગયેલ હોય જે પરત નહિ આવતા શોધખોળ આદરી હતી પરંતું આજ સુધી તેનો પતો ન લાગતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુમ થાય અંગેની નોંધ કરાઈ છે.

સોનલબેન શરીરે મધ્યમ બાંધાની, ઘવવર્ણી,ગાલની નીચે કાળા તલની નીશાની છે તેણીએ કાળા કલરનુ સલ્વાર કમીજ પહરેલ છે.આ અંગે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!