પ્રાપ્ત વિગતો અનુસાર ભરતભાઇ દયાલજીભાઇ પંચાસર (ઉં.વ. ૪૬,ધંધો સુથારીકામ, રહે. મહેન્દ્રનગર બચુબાપા વાળો પ્લોટ) વાળાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેનો પુત્ર ભાવેશભાઇ ભરતભાઇ દયાલજીભાઇ પંચાસર (ઉં.વ. ૨૨) ગત તા. ૨૪ ના રોજ સુથારી કામ સરખું ચાલતુ ન હોય અને ઘરેથી રાજકોટ કામ કરવા માટે જવા ન દેતા લાગી આવતા ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો છે. મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.