બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિતે આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
બાબા સાહેબ આંબેડકરની આજરોજ ૧૩૪ મી જન્મ જયંતી નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડૉ. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું છે. શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો છે. સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહ્યો છે. ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીએ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા કોટિ કોટિ વંદન વ્યક્ત કરવામાં આવ્યા છે.