23 માર્ચને દેશભરમાં શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે અને આ શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે જ મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદોના સ્મારકને શ્રધ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
દર વર્ષે 23 માર્ચના રોજ સમગ્ર દેશમાં શહીદ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે દેશના વીર સપૂત ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે આપેલી શહીદીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિન નિમિત્તે મોરબીના નવ બસ સ્ટેન્ડ સામે આવેલ શહીદોના સ્મારકને શ્રધ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ આજની યુવા પેઢીમાં ભારતના સ્વતંત્રસંગ્રામમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા નવલોહિયા યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. તે પ્રત્યે જાગૃતિ આવે અને રાષ્ટ્ર ભાવના અને દેશદાઝ વિકસે એ માટેનો સંદેશ આપવાનો હતો.