મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા દેશની સેનાને પાકિસ્તાનને મિશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપવા બદલ અભિનંદન સંદેશ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર સંદર્ભે અભિનંદન સંદેશ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને આરોપી આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેતાં ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્રમોદીને મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ તકે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે અપરાધની કોઈ દિવસ ક્ષમા ન હોઈ શકે એ બાબત ભારત સરકારે સાબિત કરી બતાવતા તમામ નાગરિકો પણ આભાર સહ અભિનંદનની લાગણી વ્યક્ત કરે છે.