ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ બેફામ દારૂ વેંચાઈ છે, ખરીદાય છે અને પીવાઈ છે. અવારનવાર દારૂ ઝડપાયાના કિસ્સાઓ સામે આવે છે. બુટલેગરોને પોલીસનો ડર ન હોય તેમ બેફામ બની દારૂ મંગાવી વેચી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં ટ્રકના ચોરખાનામાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી./જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોયજે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળેલ કે, RJ-19-GE-6045 નંબરના ટ્રેલરનો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં ઇગ્લીશદારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જનાર છે,જે હકીકતના આધારે તેઓએ બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસે અલગ અલગ વોચ તપાસમાં રહી ટ્રક ટ્રેલરની કેબીનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ તથા બીયરની કાચની કંપની શીલપેક ૭૨ બોટલોનો રૂ.૩૧,૨૦૦/-નો તથા ટ્રક ટ્રેલરનો રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૩૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને ટ્રક ટ્રેલરના ચાલક હેમારામ હનુમાનરામ ગોદારા (રહે. પાલુ ભાખરી કરના, તા સિંધરી, જી.બાડમેર) વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.