મોરબી પંથકમાં જોરદાર વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે વચ્ચે ભારે પવનને કારણે વાલાસણ પીપળીયા રોડ પર પીજીવીસીએલનો વીજ પોલ ધરાસાઈ થતાં મિતાણા વાંકાનેર હાઇવે બંધ થઈ જવા પામ્યો હતો. જેને કારણે વાહનોની કટારો લાગી જવા પામી હતી બાદમાં આ વીજપોલ ને હટાવીને વહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
મોરબી પંથકમાં ભારે પવન અને જોરદાર વરસાદ વરસ્યો છે. જે ભારે પવનને કારણે વાલાસણ પીપળીયા રોડ પીજીવીસીએલનો વીજ પોલ ધરાસાઈ થતાં મિતાણા વાંકાનેર હાઇવે બંધ થઈ જવા પામ્યો હતો. ટંકારા મામલતદાર પરમાર સાહેબ ત્યાંથી પસાર થતા તેમણે જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વીજ પોલ પીપળીયા અને વાલાસણ વચ્ચે પડી જતાં રોડ બંધ થઈ જવા પામ્યો હતો. જેને કારણે મિતાણાથી વાંકાનેર જવાની રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો. રોડ બંધ હોવાથી વાહનોની કતારો લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે મામલતદાર તેમજ પીજીવીસીએલ ની ટીમો દ્વારા કામગીરી કરી ને આ વીજપોલ ને હટાવી ને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.