મોરબી જીલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે મોરબી જીલ્લામાં નવા 05 કેસ નોંધાયા છે. તો 05 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા કેસોમાં મોરબી તાલુકામાં જ તમામ 05 કેસ નોંધાયા છે. જેમા મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 02 જયારે શહેરમાં 03 કેસ નોંધાયા છે. જ્યારે મોરબી તાલુકામાં 04 તેમજ ટંકારા તાલુકામાં 01 મળી 05 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇ હવે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને 46 પર પહોંચ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે 738 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 05 પોઝીટીવ કેસ નોંધાયા છે.