ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાએ હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાત લીધી હતી અને ઉધોગકારો સાથે એકોડઁ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ યોજી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.
હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાએ ઉધોગકારો સાથે એકોડઁ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ યોજી હતી. જેમાં ઉંચી માંડલથી તળાવિયા રોડ પર ટ્રાફિકને અડચણ રુપ થતી બને સાઇડની ૧૧ કેવીની વિજ લાઇનોને અંડર ગ્રાઉન્ડ કરી વીજપોલ દુર કરવા પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. તેમજ એકોડઁ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરનના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલના કાચા માર્ગને સીસી બનાવવા તેમજ ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી તેમજ તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી હતી. તેમજ ધારાસભ્યે ઉધોગકારોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ મિટિંગમા સિરામિક એસોસિએશનના પુર્વ પ્રમુખ નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત ,કેપેકસીલના સિરામિક પેનલ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગૃપ), જીતુભાઈ (લેવીસ ગૃપ) તેમજ યુવા ઉધોગકારોએ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનુ સ્વાગત અભિવાદન કર્યું હતું









