પહેલાથી જ હેડલાઇન્સ બનાવી ચુકેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે, તો હવે તેની લોકપ્રિયતા કસોટી પર છે. ત્યારે હવે ટંકારા-પડધરીનાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને ગુજરાતમાં કરમુકત કરવા માંગ કરી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં “The Kerala Story” ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મ કેરાલામાં ચાલતા લવ જેહાદની ઘટના પર આધારીત છે.ખાસ કરીને નાની વયની દિકરીઓને બ્રેઈન વોશ કરીને યેન કેન પ્રકારે ભોળવી આવા તત્વો દ્વારા ફસાવવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં લવ જેહાદથી દિકરીઓને બચાવવી ખુબ જરૂરી છે. આ ફિલ્મની સ્ટોરી ઉજાગર થાય તો આવી ઘટનાઓથી સમાજ તથા દિકરીઓ વાકેફ થાય અને ઘણી દિકરીઓને ફસાતી બચાવી શકાય. ગુજરાતના લોકો વધારે પ્રમાણમાં આ ફિલ્મ જોઈ શકે અને ભવિષ્યમાં આવા બનાવો કયારેય ન બને તેના માટે ખુબ મોટા પ્રમાણમાં આ ફિલ્મનો પ્રચાર-પ્રસાર કરી ને લોકોને આ ફિલ્મ જોવા માટે પ્રેરીત કરવા “The Kerala Story” ફિલ્મને ગુજરાતમાં કર મુકત કરવા મારી આપ સાહેબશ્રીને ભલામણ સાથે વિનંતી છે. તેમ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું.