માળિયા અને મોરબી તાલુકાના છેવાડાના ગામના ખેડૂતોને આગામી ચોમાસુ પાકના વાવેતર સુવિધા માટે નર્મદા યોજના, માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ 2 ડેમ, ધોડાધ્રોઈ ડેમ માંથી પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ પૂર્વ ધારાસભ્ય એ રજૂઆત કરી.
મોરબી માળિયા તાલુકા તથા માળીયા મી.તાલુકાના દરિયા ઇ કિનારા નજીક આવેલા અનેક ગામો છે જેમાં આગામી ચોમાસુ પાક નિષ્ફળ ન જાય તેવા હેતુથી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જુદા જુદા ડેમ માથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે જેમાં આગામી દિવસોમાં ચોમાસું નજીક છે અને આ ચોમાસુ પાક નિષ્ફળ ન જાય અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તે માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી સિંચાઈ માટે પાણી આપવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.