મોરબી ખાતે ધ્રાંગધ્રા શાખા નહેર પાવડિયાળીથી નવા સાદુળકા અને હરિપર ધાંગધ્રા બ્રાન્ચની ડી–32 માઇનોરની કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું છે. તેથી ગામના ખેડૂતો અને આગેવાનો સાથે ધારાસભ્યએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ધારાસભ્યએ નર્મદાના સેક્રેટરી, ચીફ એન્જિનિયર અને વિવિધ અધિકારીઓને ખખડાવી તાત્કાલિક કામ કરવા સૂચના આપી હતી.
આજરોજ પાવડિયાળી કેનાલ રોડ મોરબી ખાતે ધ્રાંગધ્રા શાખા નહેર પાવડિયાળીથી નવા સાદુળકા અને હરિપર ધાંગધ્રા બ્રાન્ચની ડી–32 માઇનોરની જે કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું છે.તેથી હરિપર અને ભરતનગર ગામના ખેડૂતો તેમજ આગેવાનો સાથે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નર્મદાના સેક્રેટરી અને ચીફ એન્જિનિયર તેમજ વિવિધ અધિકારીને ફોન કરી ને બરોબર ન આડેહાથ લીધા હતા. તેમજ અધિકારીઓ કામ બાબતે ખોટું બોલતા હોવાની વાત પણ ખુલ્લી પાડી હતી આ સાથે જ ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા યોગ્ય સૂચના આપી છે.