Sunday, October 13, 2024
HomeGujaratભરતનગર, સાદુળકામાં ખેતરોમાં ભરાતું પાણી અટકાવવા બાબતે ધારાસભ્યની રજુઆત

ભરતનગર, સાદુળકામાં ખેતરોમાં ભરાતું પાણી અટકાવવા બાબતે ધારાસભ્યની રજુઆત

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા (મીં)ના જુદા-જુદા પ્રશ્નો રજૂ કરેલ હતા. જે પૈકી મોરબી-માળીયા (મી) વાયા દેરાળા બસ, મોરબી-રાસંગપર વાયા પીપળીયા રાત્રિ રોકાણ બસની માંગણી સંતોષવામાં આવી છે. તેમજ મોરબીથી ક્ચ્છમાં જતાં નેશનલ હાઇવે ઉપર ડ્રેનેજ પુરાણ થઈ જતાં ભરતનગર, સાદુળકા સહિતના ગામોની ખેતીની જમીનમાં પાણી પ્રસરે છે તે સમસ્યા દૂર કરવાની ધારાસભ્યની રજૂઆત અન્વયે ડેપ્યુટી કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે અને મહેસૂલના અધિકારીઓને સાથે રાખીને આ સમસ્યાનું નિરાકરણ આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં અમરનગરના સરપંચની રજૂઆત મુજબ પણ પાણીનો નિકાલ થાય તે જોવા જણાવ્યુ હતું. મચ્છુ-૨, મચ્છુ-૩, મચ્છુ-૪ ડેમનાં સીંચાઈના કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જીવાપર ગામે L & T દ્વારા નંખાયેલ પાઇપલાઇનના લીકેજને કારણે ખેડૂતોને થતી નુકશાની અટકાવવા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને તાકીદ કરાયેલ હતી. તેમજ નર્મદાની મોરબી-માળીયા (મીં) ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળના શાખા, પ્રશાખાના અધૂરા કામો તાકીદે પૂર્ણ કરવા અને અમરનગરના ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની આવાસ યોજનાની માંગણી સંદર્ભે વિગતે ચર્ચા કરવામાં હતી. ઉપરોક્ત પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ આવે તે જોવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દ્વારા ખાસ આગ્રહ સેવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!