Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી સબ જેલમા ચેકીંગ દરમિયાન કેદી પાસેથી મોબાઇલ મળ્યો:એક આરોપીએ પોલીસ સાથે...

મોરબી સબ જેલમા ચેકીંગ દરમિયાન કેદી પાસેથી મોબાઇલ મળ્યો:એક આરોપીએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું

મોરબી સબ જેલમાથી મોબાઈલ મળવાનો સિસિલસિલો યથાવત છે. આજે વધુ એક આરોપી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યો છે. જયારે અન્ય એક આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સબ જેલમાં ગુનાની સજા ભોગવિ રહેલ જયરાજસિંહ વિજયસિંહ જાડેજા નામના આરોપી પાસેથી પોતાના ગુપ્ત ભાગેથી સેમસંગનો ગેલેકસી-એસ ૧૦ સ્કાય બ્લુ કલરનો મોબાઇલ ચાલુ હાલતમા મળી આવ્યો છે. તેમજ સુર્યદિપસિંહ રણજીતસીંહ જાડેજા નામનો આરોપી ઉશ્કેરાઇ જઇ અસભ્ય ભાષામા અપશબ્દ બોલી ગેરવર્તન કરતા ફરજમા રૂકાવટ કરતા બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ.૫૦૪,૧૮૬.૧૮૮,૧૧૪ તથા પીઝન એકટ કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!