છેતરપિંડી અને સ્વાર્થના આ સંસારમાં આજે પણ પ્રામાણિકતા અને માનવતાએ પોતાનું અસ્તિત્વ ખોયું નથી જેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. નાના માણસની મોટપના દર્શન સમાન આ કિસ્સામા મોરબી ખાતે રહેતા અને વ્યોમ ક્લિનિકમાં ફરજ બજાવતા અશોકભાઈ ટુંડિયાને ગઈકાલે કિંમતી મોબાઈલ મળ્યો હતો.જે કિંમતી મોબાઈલ પોતે રાખવાને બદલે પોતાને મોબાઈલ મળ્યાંની તમાંમ લોકોને જાણ કરી મોબાઈલના મુળ માલિક સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ મોબાઈલ મૂળ માલિકને પરત કરી વ્યોમ ક્લિનિક ખાતે ફરજ બજાવતા કર્મચારીએ માનવતાના દિવામાં દિવેલ પુર્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.