Friday, March 27, 2026
HomeGujaratમોરબીમાં પૈસાની લેતીદેતી મામલે મોબાઇલ દુકાન ધારક ભાઈઓને ફોન પર ધમકી

મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે મોબાઇલ દુકાન ધારક ભાઈઓને ફોન પર ધમકી

અગાઉ અપહરણ અને મારઝુડના કેસમાં સંડોવાયેલા આરોપીએ ફરી લખણ ઝળકાવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર તથા પાવડીયાળી ગામે અલગ અલગ મોબાઇલની દુકાન ધરાવતા ભાઈઓને પૈસાની ઉઘરાણી માટે ફોન ઉપર ધમકી આપવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આરોપીએ ફરિયાદીના મોટાભાઈ સાથેની પૈસાની લેતીદેતી મામલે અગાઉ ફરિયાદીનું અપહરણ કરી બેફામ માર માર્યો હતો. ત્યારે ફરી ફોન ઉપર ધમકીઓ મળવાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠે રવિનગર સોસાયટી ત્રાજપર ખાતે રહેતા અને રંગપર ગામની સીમમાં સચીયાર કોમ્યુનિકેશન નામની મોબાઇલ દુકાન ચલાવતા અમરતસિંહ ભુરો ઉર્ફે ભુરજી સોઢા ઉવ.૨૫એ તાલુકા પોલીસ મથકમાં આરોપી ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા રહે. બગથળા તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તેમને અને તેમના ભાઈ સરદારસિંહને ફોન દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. જેમાં ગત તા.૧૩ માર્ચે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં પોતે ભગી હોવાનું કહી પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ જ આરોપી ભગીરથભાઈએ અગાઉ પણ તેમના મોટાભાઈ સરદારસિંહને ફોન કરીને ‘પૈસાનું શુ ?’ તેમજ “બોલાવીએ ત્યારે હાજર રહેવું પડશે” જેવી ધમકીઓ આપી હતી.

સમગ્ર બનાવ મામલે ફરિયાદીના મોટાભાઈ સાથે પૈસાની લેતીદેતી મામલે ફરિયાદીનું ડિસેમ્બર ૨૦૨૫માં પણ આરોપીએ તેમનું અપહરણ કરી મારઝુડ કરી હતી, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હાલમાં ફરીથી ફોન દ્વારા ધમકીઓ મળતા ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!