મોરબીમાં મોબાઈલ ચોરીનાં બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીનાં રફાળેશ્વર ગામેથી વધુ એક મોબાઈલ ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં રફાળેશ્વર ગામે મહાદેવ મંદીરના મેળા ગ્રાઉન્ડ ખાતેથી કોઈ ઈસમ યુવકનો ફોન ચોરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર ખાતે રહેતા સંજયભાઇ રસીકભાઇ તલસાણીયા ગત તા.૧૪/૦૯/૨૦૨૩ ના સવારના સમયે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદીરના મેળામાં ગયેલ હોય ત્યારે મેળા ગ્રાઉન્ડ ખાતેથી અજાણ્યા કોઈ ચોર ઈસમે સંજયભાઇનો OPPO કંપનીનો A5 2020 મોડલ જેના IMEI NO. (1) 869625048898310 (2) 869625048898302 વાળો મોબાઇલ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.