મોરબી જિલ્લામાં આજે આકસ્મિક આપત્તિની તૈયારીના ભાગરૂપે બે મુખ્ય સ્થળોએ રોકિંગ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોરબીના ગીચ વિસ્તાર એવા નવા બસ સ્ટેન્ડ અને નવલખી પોર્ટ ખાતે એલર્ટ સાયરન વગાડી મોક ડ્રીલ શરૂ કરવામાં આવી.
આ મોક ડ્રીલ જીલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર,મેડિકલ સ્ટાફ,ફાયર વિભાગની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લોકોએ આપત્તિ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સલામત રહેવું અને બચાવ કામગીરી કેવી રીતે થાય છે તેની પ્રેક્ટિકલ કરવામાં આવ્યું હતું.મોક ડ્રિલના પરિસ્થિતિ અનુસાર મોરબી ના નવા બસ સ્ટેન્ડ નજીક એર સ્ટ્રાઇક થવાથી એક બિલ્ડિંગનો ભાગ ધ્વસ્ત થયો હતો.જેમાં પાંચ નાગરિકો ઈજાગ્રસ્ત થયા અને બેના મોત થયા હોવાનું માનવામાં આવ્યું. તેમજ ૧૫ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તેમજ મોરબી નજીક આવેલ નવલખી બંદર દરિયા કાંઠાનો વિસ્તાર હોવાથી એર સ્ટ્રાઇક ની સંભાવનાને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું.હળવદ માળિયા પ્રાંત અધિકારી,મોરબી એસઓજી અને માળિયા પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.