ચીનથી ફરી એકવાર કોરોનાનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત પણ કોરોનાની ઝપેટથી બાકાત નથી. જે અંતર્ગત આજે મોરબીની તેમજ દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય સુવિધાઓ, આઇસોલેશન બેડ, ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ, ડોકટરોની ઉપલબ્ધતા સહિતની વસ્તુઓ ચકાસવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, કોરોનાની ચોથી સંભવિત લહેરને લઈ ઓક્સિજન પ્લાન્ટ તેમજ ઓક્સિજન કન્સેન્ટ્રેટરની મોકડ્રિલ યોજાઈ હતી. તેમજ હળવદ તાલુકાના 6 PHC, 1 CHC, 1 SDH ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. તેમજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હળવદ તાલુકાના ગવર્મેન્ટ ફેકલ્ટીમાં ટોટલ 85 બેડ છે. તેમજ ઓક્સિજનના 75 બેડ હળવદ શહેરમાં અને 10 ગ્રામ્યમાં છે. કન્સેન્ટ્રેટર 5 લીટર વાળા 10 અને 10 લીટર વાળા 8 છે. વેન્ટિલેટર 7 અને બાયમેમ 1 હળવદ સરકારી દવાખાનામાં છે. તેમજ 168 ઓક્સિજન સિલિન્ડર હળવદ તાલુકામાં છે.