Thursday, May 9, 2024
HomeGujaratમોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા નવનિયુક્ત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લેવાઈ

મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા નવનિયુક્ત મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લેવાઈ

ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્ય મંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં સિરામિક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળી અલગ અલગ પ્રશ્નોની વિગત વાર રજુઆત કરી હતી. જેમાં ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડો કરવા, પેન્ડીંગ સી ફોર્મ, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તા બાબત, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા, જીએમડીસી દ્રારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા, સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા સહિતની બાબટો રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઉધોગમાં સૌથી મોટી સમષ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. તદ્ ઉપરાંત ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગ મંત્રી બલવંત સિંહ રાજપુતને રજુઆત કરાઈ હતી. વિશેષમાં નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા તેમજ હળવદ-ધ્રાગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુકહો મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!