મોરબી મહાનગરપાલિકા દ્વારા બજરંગ અખાડા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ જીમ બનાવવા માટેનો પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, જેમાં અત્યાર સુધી લગભગ ૩૫ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ જીમમાં આધુનિક કસરત સાધનો, ઉત્તમ વેન્ટિલેશન અને લાઈટિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજરંગ અખાડા ખાતે નગરજનોના આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે મોડર્ન જીમના નિર્માણનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટનું અંદાજે ૩૫ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં બિલ્ડિંગના પ્રથમ માળના સ્લેબનું કામ ચાલુ છે. નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક કસરત સાધનો, યોગ્ય વેન્ટિલેશન, સુવ્યવસ્થિત લાઈટિંગ તેમજ ટ્રેનિંગ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેના કારણે યુવાનો અને નગરજનોને સ્થાનિક સ્તરે જ ઉત્તમ જીમ સુવિધા મળશે અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ પણ વધશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી નગરજનોને આધુનિક અને ગુણવત્તાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર હાથ ધરવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ જીમ નગરજનો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.









